Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામજોધપુર પોલીસ દ્વારા 368 નંગ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

જામજોધપુર પોલીસ દ્વારા 368 નંગ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

વધુ ચાર શખ્સોની શોધખોળ : મોટરકાર સહિત કુલ રૂા.4,44,000નો મુદ્દામાલ કબ્જે

જામજોધપુર પોલીસે વાસજાળીયા ગામથી સતાપર તરફ જતાં માર્ગ પરથી ઇનોવા કારમાંથી ત્રણ શખ્સોને રૂા.1,34,000ની કિંમતની 268 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનના હેકો.પ્રજ્ઞરાજસિંહ જાડેજા તથા પોકો.રાજદીપસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇની સુચના અને જામજોધપુરના પીઆઇ એમ.એન.ચૌહાણના માર્ગદર્શન મુજબ જામજોધપુરના વાસજાળીયા ગામ તરફથી સતાપર ગામ તરફ જતા માર્ગ પરથી જીજે.25.ટીજે.3777 નંબરની ઇનોવા ગાડીમાંથી પરેશ ઉર્ફે પરિયો છગન હિગળાજીયા, જયેશ ઉર્ફે લખન કારા મોરી તથા ભરત જીતુ વડાણીયા નામના ત્રણ શખ્સોને રૂા.1,34,000ની કિંમતની 268 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતાં અને રૂા.3,00,000ની કિંમતની ઇનોવાકાર તથા રૂા.10,000ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂા.4,44,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાના લાખા મોરી, પબા મેરા મોરી, રાકેશ મેરા મોરી અને પ્રભાતસિંહ ઉર્ફે મુન્નો ટકો રણજીતસિંહ જાડેજા નામના ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.એન.ચૌહાણ,  હેકો.પ્રજ્ઞરાજસિંહ જાડેજા, ચંદ્રેશભાઇ સોઢા, પોકો. રાજદીપસિંહ જાડેજા, ઋષીરાજસિંહ વાળા, અશોકભાઇ ગાગીયા, ભગીરથસિંહ જાડેજા, માનસંગભાઇ ઝાપડીયા, રિધ્ધીબેન વાડોદરીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular