જામનગર શહેરના ગોકુનલગર વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મગન મોહન કુકવાયા, સુરેશ ઉર્ફે સુરિયો રામનાથ કંથળ અને કાંતિ માયા મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા.5390 ની રોકડ અને ગંજીપનાના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.