Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરશંકર ટેકરી નજીક સ્કુટર ચાલકને રોકી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો

શંકર ટેકરી નજીક સ્કુટર ચાલકને રોકી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો

સ્કુટરમાં લાકડાના ધોકા વડે તોડફોડ કરી

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી નજીક રહેતો એક યુવક તથા તેનો મિત્ર એક્સેસ લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન એક શકશે તેને રોકી ગાળો આપી યુવકને છરી વડે ઈજાઓ પહોચાડી અન્ય બે શખ્સોએ સ્કુટરમાં તોડફોડ કરી નુકશાન કર્યું હતું. આં ત્રણે વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જામનગર શહેરના શંકર ટેકરી નવી નિશાળ પાછળ, દરગાહની બાજુમાં રહેતા મામદ હુસેન આમદભાઈ ખીરા તથા તેનો મિત્ર નાજીર એક્સેસ લઇને જઈ રહ્યા હતા તે દરમિયાન વિજય કોળી નામના શખ્સે તેને રોકી મામદ હુસેનના ડાબા હાથના ભાગે છરીનો ઘા મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્રણ ટાંકાઓ આવ્યા હતા. ઉપરાંત રોહિત કોળી નામના શખ્શે નાજીરને પકડી રાખી રાહુલ કોળીએ એક્સેસમાં લાકડાના ધોકા વડે તોડફોડ કરી નુકશાન કર્યું હતું. બાદમાં મામદ હુસેને ત્રણે શખ્સો વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 323,324,504,341,427,114 અને જીપી એક્ટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular