Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી મહિલા અને બે યુવાનો સહિત ત્રણ વ્યક્તિઓ લાપતા

જામનગર શહેરમાંથી મહિલા અને બે યુવાનો સહિત ત્રણ વ્યક્તિઓ લાપતા

જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર મહાકાળી સર્કલ પાસે આવેલા રાવલવાસમાં રહેતાં સરોજબેન રમેશભાઈ રાઠોડ (ઉ.વ.35) નામના મહિલા ગત તા. 17 ના રોજ તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલ્યા જતાં લાપતા થયલી પત્ની અંગે રમેશભાઈ દ્વારા જાણ કરાતા સિટી સી ડીવીઝન પોલીસે મહિલાને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં વિશાલ હોટલ પાસે ચેમ્બર કોલોનીમાં રહેતાં અરજણભાઈ ઉર્ફે અજીતભાઇ હીરાભાઈ ગેડા (ઉ.વ.40) નામનો યુવાન ગત તા. 31 ડિસેમ્બર 2023 ના રોજ તેના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલ્યો ગયો હતો. યુવાન લાપતા થયાના લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં મળ્યો ન હોવાથી મોટી ભલસાણમાં રહેતાં ગોવિંદભાઈ ેગેડા દ્વારા તેનો ભાઈ અરજણનો હજુ સુધી પતો લાગ્યો ન હોવાથી સિટી સીડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.

જામનગર શહેરના તીરૂપતિ સોસાયટી સાંઈરામ પાર્કમાં રહેતાં ભરતભાઈ અરશીભાઈ છૈયા (ઉ.વ.40) નામનો યુવાન ગત તા.24 ડિસેમ્બરના વહેલસવારા સમયે તેની પત્ની કવિબેન ભરતભાઇ છૈયાને દ્વારકા જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઈ ગયો હતો. યુવાન લાપતા થયા બાદ પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં પતો ન લાગતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે યુવાન અંગે કોઇને જાણ થાય તો પોલીસમાં જાણ કરવા જણાવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular