Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા-ભાણવડમાં પ્રતિબંધિત કેમિકલના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે

ખંભાળિયા-ભાણવડમાં પ્રતિબંધિત કેમિકલના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે

18 હજાર જેટલા કેમિકલ યુનિટ કબજે: એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં પશુઓ વધુ દૂધ આપે તે માટે અપાતા શંકાસ્પદ કેમિકલયુક્ત ઇન્જેક્શનના જથ્થા સાથે ત્રણ શખ્સોને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે એસ.ઓ.જી. પોલીસ સૂત્રો દ્વારા સાંપળેલી વિગત મુજબ પોલીસ તંત્ર દ્વારા નશાકારક દવાઓ, સીરપ તથા ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ કરવા સામે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સ્ટાફના એ.એસ.આઈ. મહંમદભાઈ બ્લોચને મળેલી બાતમીના આધારે જુદા જુદા વિસ્તારોમાં દુધાળા પશુઓ વધુ માત્રામાં દૂધ આપે તે માટે તેમને શંકાસ્પદ પ્રવાહી યુક્ત કેમિકલના ઇન્જેક્શનની વેટરનરી નીડલ તથા બોટલોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી જૂદી જૂદી ટીમ બનાવી અને આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા પંથકમાં એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ મનુભા, વિજયસિંહ ઘેલુભા દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ખંભાળિયામાં ચાંદાણી મસ્જિદ સામે રહેતા વનરાજસિંહ રામસંગ જાડેજાના કબજામાંથી પોલીસે શંકાસ્પદ પ્રવાહી (ઓક્સિટોસિન)ની 14,900 ની કિંમતની 14,900 બોટલ કબજે કરી, ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો હતો.
અન્ય એક કાર્યવાહીમાં ભાણવડ વિસ્તારમાં એ.એસ.આઈ. મહંમદભાઈ યુસુફભાઈ, કોન્સ્ટેબલ પબુભાઈ માયાણી અને ખેતશીભાઈ મૂન વિગેરેની ટીમ દ્વારા ચોખંડા ગામના નવાપરા વિસ્તારમાંથી કરસન કેસુર ગોજીયાના કબજામાંથી રૂપિયા 2,000 ની કિંમતની 2000 નાની બોટલો (ઓક્સિટોસિન) કબજે કરવામાં આવી હતી.

આ ઉપરાંત કલ્યાણપુર વિસ્તારમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, ભીખાભાઈ ગાગિયા તથા જીવાભાઈ ગોજીયાની ટીમ દ્વારા આ અંગે કાર્યવાહી કરી, ભાટીયા ગામના રામદે લાખા વલાણી નામના શખ્સના કબજામાંથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની રૂ. 800 ની કિંમતની 800 નાની બોટલ તેમજ 200 મી.લી.ની 18 બોટલ, વેટરનરી નીડલ વિગેરે કબજે કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, એસ.ઓ.જી. વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કેમિકલયુક્ત પ્રવાહીની રૂપિયા 21,060 ની કિંમતના 17,748 યુનિટ કબજે કરી, વેચાણ કરતા શખ્સો સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular