જામનગર શહેરમાં ત્રણ દરવાજા મીઠાવાળી શેરીમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.12,360 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ત્રણ દરવાજા મીઠાવાળી શેરીમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દિપક પરસોતમ ચાવલિયા, કનૈયાલાલ વાલજી ચાખલીયા તથા નિઝામુદ્દીન હારુન આમરોલિયાને રૂા.12,360 ની રોકડરકમ તથા ઘોડીપાસા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


