Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજામનગર શહેરના વધુ ત્રણ શખ્સોની પાસા હેઠળ ધરપકડ

જામનગર શહેરના વધુ ત્રણ શખ્સોની પાસા હેઠળ ધરપકડ

બે દિવસ અગાઉ ત્રણ શખ્સોની પાસામાં ધરપકડ : ત્રણ દિવસમાં છ શખ્સો સામે પાસાનું શસ્ત્ર: એકને સુરતની લાજપોર અને બે શખ્સોને વડોદરાની જેલમાં ધકેલાયા

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા સહિત રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે આગામી તા.1 અને તા.5 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. 2022 વિધાનસભા ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ મતદાન અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત વધુ ત્રણ શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ ધરપકડ કરી એકને સુરતની લાજપોર અને અન્ય બે શખ્સોને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં/ આવ્યા છે.

- Advertisement -

2022 વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં આગામી તા.1 અને તા.5 ડિસેમ્બરના રોજ 182 બેઠકો ઉપર બે તબકકામાં યોજાનાર છે. રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ યોજાઈ તે માટે પોલીસ વિભાગ દ્વારા બુટલેગરો અને અસામાજિક શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં રહેલા બુટલેગરો અને અસામાજિક શખ્સો વિરૂધ્ધ પાસાની દરખાસ્ત હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં બે દિવસ પહેલાં ત્રણ બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે વધુ ત્રણ બુટલેગરો સામે કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા મંજૂર કરવામાં આવતા એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા જામનગર શહેરના વામ્બે આવાસમાં રહેતા આશિષ ઉર્ફે ટકો ગોપાલ ચાવડા, નવાગામ ઘેડમાં રહેતાં જયેશ રમેશ ચાવડા અને વામ્બે આવાસમાં રહેતા મયુર ઉર્ફે મયલો કરણ ભાટીયા નામના ત્રણ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

એલસીબીની ટીમ દ્વારા આશિષ ઉર્ફે ટકો ગોપાલ ચાવડા સામે બે ગુના સંદર્ભે પાસાની દરખાસ્ત હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં તથા જયેશ રમેશ ચાવડા અને વામ્બે આવાસમાં રહેતા મયુર ઉર્ફે મયલો કરણ ભાટીયા સામે બે-બે ગુના હેઠળ પાસાની દરખાસ્ત મંજૂર થતા ધરપકડ કરી વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular