Friday, December 5, 2025
Homeરાજ્યજામનગર"તારા મોટાબાપુને તો પાડી દીધો છે, હવે તારા ભાઇને મારી નાખવો છે”

“તારા મોટાબાપુને તો પાડી દીધો છે, હવે તારા ભાઇને મારી નાખવો છે”

બેડીમાં ત્રણ શખ્સોએ વિદ્યાર્થીને આંતરી ગાળાગાળી કરી : ફડાકો ઝિંકી ભાઇને પતાવી દેવાની ધમકી આપી : પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર શહેરના બેડી વિસ્તારમાં ટયુશન કલાસે જતાં વિદ્યાર્થીને ત્રણ શખ્સોએ આંતરીને રસ્તા પરથી પસાર થવાની બાબતે જેમ ફાવે તેમ ગાળો કાઢી, “તારા મોટા બાપુને પાડી દીધો છે અને તારા ભાઇને પતાવી દેવો છે.” તેમ કહી ફડાકા ઝીંકયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના બેડીમાં ફારૂક એ આઝમ ચોકમાં રહેતો મહમદ જાફર રઝાકભાઇ પાલેજા (ઉ.વ.18) નામના યુવકનો નાનોભાઇ ટયૂશન કલાસમાં જતો હતો ત્યારે બેડીમાં શૌકત ઉમર સાઇચા અને તેનો પુત્ર અયાન તથા જાવિદ ઉંમર સાઇચા નામના ત્રણ શખ્સોએ યુવકને આંતરીને અહીંથી કેમ નીકળ્યો?” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને શૌકતે કહ્યું કે, “તારા મોટા બાપુ હારૂન પલેજાને તો પાડી દીધો છે, હવે તારા ભાઇ નૂરમામદ પાલેજાને પણ જાનથી મારી નાખવો છે.” તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ તું શું મારા ભત્રીજા અયાનને હેરાન કરશ? તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી ફડાકો ઝીંકી દીધો હતો. ગાળાગાળી કરી ધમકી આપ્યાના બનાવ અંગેની મહમદ જાફર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular