Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારકેશિયામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં માતા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

કેશિયામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં માતા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

હુમલામાં પ્રૌઢા અને તેનો ભાણેજ ઘવાયા : લાકડાના ધોકા અને પ્લાસ્ટિકના પાઈપ વડે માર માર્યો : પોલીસ દ્વારા ત્રણ હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢાના પુત્રને યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી યુવતીના પિતા સહિતના ત્રણ શખ્સોએ યુવાનની માતા અને મહિલાના ભાણેજ ઉપર પ્લાસ્ટિકના પાઈપ વડે તથા સાયકલના ચેઈન વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતાં મનિષાબેન રમેશભાઈ ચાવડા નામના મહિલા અને તેણીના કૌટુંબિક ભાણેજ ચિરાગ ઉપર ગત તા.07 ના રોજ સવારના સમયે કેશિયા ગામના શાંતિ વાલા અશ્વાર, હિતેન રામજી અશ્વાર અને મનોજ ધરમશી ચાવડા નામના ત્રણ શખ્સોએ એક સંપ કરી લાકડાના ધોકા વડે અને પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ હુમલો શાંતિ વાલા અશ્વારની પુત્રીને મનિષાબેનના પુત્ર વિશાલ સાથે પ્રેમ સંબંધ હોય જે સંદર્ભે એક વર્ષ પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કરાયો હોવાનું પ્રૌઢાએ જણાવ્યું હતું. હુમલામાં બનાવમાં હેકો કે.કે. જાટીયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular