Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતજાનૈયાઓની બસને નડ્યો અકસ્માત, ત્રણના મોત

જાનૈયાઓની બસને નડ્યો અકસ્માત, ત્રણના મોત

- Advertisement -

તાપી જિલ્લાના બાજીપુરા નજીક સુરત-ધુલિયા હાઈવે પર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ઘટના સ્થળે  ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. જયારે સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જાનૈયાઓની આ બસ છેક મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવી રહી હતી.

- Advertisement -

વ્યારાના બાજીપૂરા નેશનલ હાઈવે નં. 53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માલેગાંવ થી સુરતના લીંબયાતની મીઠીખાડી ખાનગી બસમાં શેખ પરિવાર જાન લઈને જઈ રહ્યો હતો ત્યારે આ ખાનગી બસ ટેન્કરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. મહારાષ્ટ્રના માલેગાંવથી બસ રાત્રે 11 કલાકે ઊપડી હતી. વરરાજા મદસ્સિરની જાન સુરતના લિંબાયત ખાતે લઈને જવાના હતા. અને સવારે 6 વાગ્યા આસપાસ બસ ટેન્કરમાં ઘુસી ગઈ હતી અને અકસ્માત નીપજ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બસમાં આશરે 35 જેટલા જાનૈયાઓ હતા. જેમાં ડ્રાઈવર સહીત 7 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત ,બારડોલી અને વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાનૈયાઓ ભરેલી બસ સ્પીડમાં આવી રહી હોય અને સાઈડમાં ઉભેલ ટેન્કર ન દેખાતા ડ્રાઈવરે ઠોકર મારી દીધી હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular