Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયઆ છે ભારતની તાકાત, સીરમ ઇન્સ્ટીટયુટ વિશ્વના 100 દેશોને કોરોના વેક્સીન પૂરી...

આ છે ભારતની તાકાત, સીરમ ઇન્સ્ટીટયુટ વિશ્વના 100 દેશોને કોરોના વેક્સીન પૂરી પાડશે

- Advertisement -

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) અને યુનિસેફે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ ‘કોવિશિલ્ડ’ અને નોવાવાક્સ રસી માટે લાંબા ગાળાના કરાર કર્યા છે, સંયુક્ત રાષ્ટ્રની બાળકોની એજન્સીએ જણાવ્યું છે કે તેની પાસે 100 દેશો માટે રસીના ૧.૧ અબજ ડોઝ પહોંચ હશે. ભારત વિશ્વના સૌથી મોટા દવા ઉત્પાદકોમાંનું એક છે. અને સંખ્યાબંધ દેશોએ કોરોનાવાયરસ રસી ખરીદવા માટે પહેલાથી જ તેનો સંપર્ક કર્યો છે.

- Advertisement -

જ્યારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડનું નિર્માણ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને નોવાવાક્સનું નિર્માણ યુએસ સ્થિત નોવાવાક્સ ઇન્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હેનરીટા ફોરે જણાવ્યું હતું કે COVID-19 રસી માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે લાંબા ગાળાના પુરવઠા કરારની ઘોષણા કરીને આજે અમને આનંદ થાય છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે અમે પેન અમરીકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહીત કેટલાક સંગઠનો સાથે મળીને 100 દેશો  માટે 1.1 અબજ  રસીના ઓર્ડરનો ડોઝ આપ્યો છે. આ રસી અમેરીકન ડોલરમાં  નીચલા વર્ગના અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવશે.  જયારે ભારત સરકાર દ્રારા પણ સીરમ ઇન્સ્ટીટયુટને વધુ 1 કરોડ ડોઝ ખરીદવા માટે  ઓર્ડર આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા પણ સરકારે 231 કરોડના 1.1. કરોડ ડોઝ ખરીધ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular