જામનગર શહેરના પ્રદર્શન મેદાન ઝુંપડપટ્ટી પાસે કાટછાપનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.3501 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના પ્રદર્શન મેદાન ઝુંપડપટ્ટી પાસે જાહેરમાં સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ગુલાબહાજી મહમદ ગૌસ શેખ, બ્રિજેશ પ્રેમ કોળી અને રમેશ સેખા પરમાર નામના ત્રણ શખ્સોને રૂા.3501 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.