જામનગર શહેરમાં લાખોટા તળાવ પાર્ટ 2 ડેવલપમેન્ટને લઇ લાખોટા તળાવની જૂની આરટીઓ કચેરી થઇ પ્રદર્શન ગ્રાઉન્ડ જંગલેશ્ર્વર મહાદેવ મંદિર સુધી રસ્તો બનાવવામાં આવનાર હોય, આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે દરમ્યાન જંગલેશ્ર્વર મહાદેવ મંદિર પાસે જામનગર મહાનગરપાલિકા દ્વારા ત્રણ નીલગીરીના વૃક્ષોનું છેદન કરી નખાતા પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી છવાઇ હતી અને જામ્યુકોની આ કામગીરીથી રોષ છવાયો હતો.


