જામનગર શહેરના યાદવનગર બેડી વિસ્તારમાં રહેતા બે પરિવાર દિવાળીના તહેવાર નિમિતે બહાર ગામ ગયા હતા તે દરમિયાન બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને સોના ચાંદી સહીત દોઢ લાખની મત્તા ચોરી ગયા હતા.
જામનગર શહેરના યાદવનગર બેડી બંદર રોડ કૈલાશધામમાં રહેતા ઉમેદભાઈ ભીમાભાઈ રાઠોડના બંધ મકાનના ઉપરના માળનો મુખ્ય દરવાજાનો આગળિયો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રહેલ કબાટનો દરવાજો તોડી કબાટની તિજોરી માંથી અડધા તોલાની બે વીંટી, સોનાના ત્રણ દાણા, ચાંદીની એક લાક્ખી તથા 1લાખ 20હજારની રોકડ ચોરી ગયા હતા. આ ઉપરાંત ઉમેદભાઈના બાજુના ઘરમાં રહેતા સંજયભાઈ ભીખુભાઈ ચાવડાના ઘર માંથી ચાંદીના બે જોડી સાંકળા, ચાંદીની એક લકી તથા રૂ.50હજારની રોકડની ચોરી કરી બન્ને ઘર માંથી સોનુ ચાંદી અને રોકડ મળી રૂ.1,48,850ની મત્તા ચોરી ગયા હતા.
ચોરીની આ ઘટના અંગે ઉમેદભાઈએ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોને શોધી કાઠવા તપાસ શરુ કરી છે.