Thursday, September 19, 2024
Homeરાષ્ટ્રીયન્યાય સંહિતા સહિતના ત્રણ ખરડા લોકસભામાંથી પરત ખેંચાયા

ન્યાય સંહિતા સહિતના ત્રણ ખરડા લોકસભામાંથી પરત ખેંચાયા

- Advertisement -

દેશમાં બ્રિટીશ સમયથી ચાલતા જુના પુરાણા ક્રિમીનલ પ્રોસીજર કોડ (આઈપીસી) સહિતના ત્રણ કાનુનનું સ્થાન લેનાર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ભારતીય સાક્ષ્ય બિલ 2023 અને ભારતીય ન્યાય સંહિતા બિલ 2023 સરકારે લોકસભામાંથી પરત ખેચ્યા છે અને આ ત્રણેય પ્રસ્તાવિત ખરડા અંગે સંસદીય કમીટીએ જે સુધારા ભલામણ કરી છે તે મુજબ નવા ખરડા તૈયાર કરીને ફરીથી સંસદમાં રજુ કરાશે. સરકારે સંસદના ચોમાસુ સત્રમાં ફરી રજુ કરાશે. સંસદીય સમીતીએ અનેક જોગવાઈઓ સામે વિરોધનોંધ મુકી હતી.

- Advertisement -

ભારતીય ન્યાય સંહિતા ખરડો 2023 એ ઈન્ડીયન પીનલ કોડનું સ્થાન લેનાર હતો. એક સુધારામાં માનસિક રોગના દર્દીને કાનુની કાર્યવાહીમાંથી મુક્તિ આપવાનો સરકારે પ્રસ્તાવ કર્યો હતો. પણ માનસીક રોગની વ્યાખ્યા વિસ્તૃત થઈ શકે તેવી દલીલ બાદ અનસાઉડેડ માઈન્ડ અસ્થિર મગજના વ્યક્તિને જ આ પ્રકારની ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિની કલમ ફરી ઉમેરવા અને શબ્દનો જે ફેરફાર થયો હતો તે રદ કરાશે. સંસદીય પેનલે દલીલ કરી હતી કે કોઈ વ્યક્તિ શરાબ કે માદક દ્રવ્યના નશામાં હતો તેવું બહાનું ધરીને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ મેળવશે. સરકારે આ સૂચન સ્વીકારી લીધુ છે. સૌથી મહત્વનું સંસદીય કમીટીએ ફોજદારી ધારાની કલમ 377 ને ફરી ઉમેરવાની ભલામણ કરી હતી. ઉપરાંત વ્યભીચાર- લગ્નજીવન બહારના સેકસ સંબંધોને પણ અપરાધ ગણવાની ભલામણ પણ કમીટીએ કરી હતી તે પણ નકારાઈ છે. સુપ્રીમ કોર્ટે જ 2018માં વ્યભીચાર અંગેની કલમ 497ને રદ કરી હતી તથા કલમ 377 હેઠળ સંમતીથી થતા પુખ્તવયના લોકો વચ્ચેના સજાતીય સંબંધોને પણ અપરાધ ગણવાની જે જોગવાઈ હતી તે પણ સુપ્રીમે રદ કરી હતી. સંસદીય કમીટીએ તેઓ સંમતી વગરના આ પ્રકારના સંબંધો પણ અપરાધીની જોગવાઈને સરકારે નકારી છે. કદાચ 497માં ફકત પુરુષોને જ લગ્ન બહારના સંબંધોમાં અપરાધ ગણવાની જોગવાઈ હતી તે પણ સુપ્રીમે ફગાવી હતી.આ નવી જોગવાઈએ ટોળા દ્વારા થતી હત્યામાં સાત વર્ષથી કારાવાસ સુધીની સજા વિડીયો ટ્રાયલથી ઝડપી ન્યાય, એફઆઈઆરથી ઈ-ફાઈલીંગ દેશદ્વારની વ્યાખ્યા વિસ્તૃત કરવી, ભ્રષ્ટાચાર-ત્રાસવાદ અને સંગઠીત ગુન્હાખોરીને વધુ આકરી સજા અને કેટલાક અપરાધોમાં સામાજીક સેવાઓનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular