જામનગર શહેરના ગોકુલનગર પાણખાણ વિસ્તારમાં રવિવારે બનેલી હત્યાની ગંભીર ઘટનામાં જામનગર શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે તેમને ઘટનાસ્થળે લઈ જઈ વિગતવાર રિકન્ટ્રક્શન કર્યું. આ દરમ્યાન સમગ્ર ઘટનાક્રમની કડીવાર પુન:રચના કરવામાં આવી હતી તેમજ હત્યામાં વપરાયેલા હથિયાર કબજે લેવામાં આવ્યા હતા.
View this post on Instagram
મૃતક રોહિત પરમાર પોતાની પત્ની રિસામણા બાદ પિયર જતા તેને સમજાવટ કરવા પોતાના સાઢુભાઈ નરેશ તુલસી પરમારના ઘરે ગયા હતા. અહીં થયેલી બોલાચાલી બાદ વિવાદ વધતા નરેશ તુલસી પરમાર, તેનો પુત્ર સુજલ પરમાર તથા એક કિશોરે મળીને રોહિત પર પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં રોહિતના છાતીના નીચેના ભાગે ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.હાલ પોલીસે પૂર્વકની તપાસ શરૂ કરી છે તેમજ આરોપીઓને સાથે રાખીને બનાવનું રિકન્ટ્રક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે.


