Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલિવ ઇન રિલેશનશીપમાં યુવતિ અને તેના પુત્રને મારી નાખવાની ધમકી

લિવ ઇન રિલેશનશીપમાં યુવતિ અને તેના પુત્રને મારી નાખવાની ધમકી

ઘણાં સમયથી બોલાચાલીથી કંટાળી યુવતિ માવતરે ચાલી ગઇ : યુવાને યુવતિનો મોબાઇલ અને કોરા ચેક લૂંટયા : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં રામેશ્વરનગરમાં રહેતી યુવતિએ ભીમવાસમાં રહેતા યુવાન સાથે ઘણાં સમયથી લિવ એન્ડ રિલેશનશીપમાં રહેતી હતી પરંતુ થોડા સમયથી બંને વચ્ચે બોલાચાલી થતાં માવતરે જતી રહી હતી. જ્યાં યુવાને યુવતિ પાસે રહેલો ફોન ઝૂંટવી લઇ કોરો ચેક પણ ઝૂંટવી લીધો હતો અને ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી હિરલબેન ચંદ્રપાલ નામની યુવતિ ભીમવાસમાં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલ ધવલ નામના યુવાન સાથે લિવ એન્ડ રિલેશનશીપના કરાર કરીને સાથે રહેતાં હતાં. દરમિયાન બંને વચ્ચે ઘણાં સમયથી થતી બોલાચાલીથી કંટાળીને યુવતિ તેણીના માવતરે જતી રહી હતી. તે દરમિયાન યુવતિ પાસે રહેલો રૂા. 2000ની કિંમતનો મોબાઇલ ફોન શખ્સે ઝુંટવી લીધો હતો અને યુવતિએ તેના પર્સમાં રાખેલો સહીવાળો બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબર 325010510000862 નંબરના ચેક નં. 470501 અને 470502 નંબરના કોરા ચેક ઝુંટવી લઇ આજપછી મારા ઘરે આવતી નહીં અને મારી સાથે કોઇપણ જાતના સંબંધ રાખીશ તો તને અને તારા દિકરા પ્રિન્સને પતાવી દેવાની ધમકી આપી, ફોન અને ચેકની લૂંટ કર્યા બાદ ચેકમાં રૂા. 2.30 લાખની રકમ ભરી ચેક પણ બાઉન્સ કરાવ્યો હોવાની ફરિયાદ યુવતિએ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એચ.બી. વડાવીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular