આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા ભારતગીરી અશ્વિનગીરી ગોસાઈ તથા તેમના બહેનને જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગજ ગામે રહેતા સંજય સુખનાથ ગોસ્વામી અને શ્રીનાથ સુખનાથ ગોસ્વામી દ્વારા કોઈ બાબતે મોબાઈલ ફોન ઉપર બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપવામાં આવતા કલ્યાણપુર પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 504, 506 (2), 507 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.