ધુવાવ નાકા શાક માર્કેટ કોળીવાસ વિસ્તારમાં અગાઉની બોલાચાલીનું મનદુ:ખ રાખી સાત શખ્સોએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધુવાવ નાકા શાક માર્કેટ કોળીવાસ વિસ્તારમાં રહેતા જયદીપભાઈ અશોકભાઈ પીપરીયા (ઉ.વ. 29) નામના યુવાન ને શબ્બીર ઉર્ફે શબલો ઉર્ફે ઓરખી હશન કુરેશી સાથે બોલાચાલી થઇ હતી. તે બોલાચાલીનો ખાર રાખી શનિવારે રાત્રિના સમયે શબીર ઉર્ફે શબલો ઉર્ફે ઓરખી હશન કુરેશી, અબરાર શબીર કુરેશી લોખંડના પાઈપ સાથે તથા સાહીલ શબીર કુરેશી, સલીમ ઉફે ઉંગી પુંગી હશન, રેહાન બેલીમ, સોહીલ શકીલ, સમીર શકીલ લાકડા ના ધોકા સાથે આવી જયદીપભાઈ અશોકભાઈ પીપરીયાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ થતા પીએસઆઇ એન.વી. હરિયાણી તથા સ્ટાફે જયદીપભાઈ ની ફરિયાદના આધારે સાત શખસો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.