ખંભાળિયાના મહેશ્વરી નગર વિસ્તારમાં રહેતા જીતુભાઈ બાલાભાઈ નામના 21 વર્ષના યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખીને આ જ વિસ્તારમાં રહેતા ગૌતમ ઉર્ફે ગોટીયો ખીમજીભાઈ ડોરૂ નામના શખ્સ દ્વારા બેફામ માર મારી, જાનથી મારી નાખવાની આપતાં ખંભાળિયા પોલીસ મથકમાં ગૌતમ ઉર્ફે ગોટીયો ડોરૂ સામે આઈપીસી કલમ 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.