જામનગર જીલ્લાના શેઠવડાળા ગમે રહેતા યુવક ને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સામે આવી છે. બે વર્ષ પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી યુવકને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે દ્વારા તપાસ શરુ કરાઈ છે.
જામનગર જીલ્લાના શેઠવડાળા ગામે રહેતા બહાઉદ્દીનભાઈ ઉઢેજા નામના યુવકના ભાઈ તથા તેના સબંધીઓ સાથે બે વર્ષ પહેલા જામકંડોરણામાં રહેતા રફીક દોસમામદ ઉર્ફે કારાભાઈ નોતિયાર નામના શખ્શે બે વર્ષ પહેલા માથાકૂટ કરી હોય તેનો ખાર રાખી રફીકે ગઈકાલના રોજ બહાઉદ્દીનભાઈની સાઈકલની દુકાને જઈને તેને માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બહાઉદ્દીનભાઈએ રફીક વિરુધ શેઠવડાળા પોલીસ દફતરમાં આઈપીસી કલમ 323,504,506(2) તથા જીપીએક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે.