Saturday, September 14, 2024
Homeરાજ્યચૂંટણી પછી ઘોડી પર ચાલતા કરી દેવાની ધમકી

ચૂંટણી પછી ઘોડી પર ચાલતા કરી દેવાની ધમકી

- Advertisement -

લાલપુર તાલુકાના રીંજપર ગામની તાલુકા પંચાયતની બેઠકના ગત ટર્મમાં ચૂંટાયેલા સદસ્યએ આ વખતે પણ ચૂંટણીની ટિકિટ માંગી હતી. પરંતુ, કોંગ્રેસ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આ ચૂંટાયેલા ઉમેદવારના હરીફ દાવેદારને સમર્થન આપતા જિલ્લા પંચાયતના સભ્યને ધમકી આપ્યાની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરાયા બાદ ઉમેદવારો પોત-પોતાની દાવેદારી વધુ મજબુત કરી ટિકિટ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે લાલપુર તાલુકાના રીંજપરની તાલુકા પંચાયતની બેઠક ઉપર ગત ટર્મમાં ચૂંટાયેલા પરબત કિશોરભાઈ વસરા એ આ વખતે પણ તેની રીંજપર બેઠક ઉપર ટિકિટની કોંગ્રેસ પક્ષમાં દાવેદારી કરી હતી. દરમિયાન જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય નાથાભાઈ ગાગલિયા કોંગ્રેસ પાર્ટીના એક ઉમેદવારને સમર્થન આપી રહ્યાં હતાં અને આ ઉમેદવારે રીંજપરની તાલુકા પંચાયતની બેઠક ઉપર દાવેદારી નોંધાવી હતી. જેથી પરબત વસરાએ આ હરીફ ઉમેદવારને સમર્થન કરવાને મામલે નાથાભાઈને મોબાઇલ ફોન પર ‘ચૂંટણી પછી તને ઘોડી પર ચાલતો કરી’ દેવાની ધમકી આપી હતી.

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે લાલપુર પંથકમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય દ્વારા જિલ્લા પંચાયતના સદસ્યને હરીફ દાવેદારને સમર્થન આપવાના મામલે ધમકી આપ્યાના બનાવમાં નાથાભાઈએ પરબત વસરા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular