ધ્રોલમાં કુંભારશેરીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાનના ઘર પાસે આવીને બે શખ્સોએ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી દરવાજામાં લાકડાના ધોકા પછાડી યુવાનને મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં આવેલી કુંભારશેરીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા પ્રવિણભાઈ મગનભાઈ મુળિયા (ઉ.વ.49) નામના યુવાનના ઘરે ગુરૂવારે રાત્રીના સમયે ધ્રોલ તાલુકાના હરીપર ગામના મનિષ પરમાર અને ધ્રોલનો અલ્પેશ પરમાર નામના બે શખ્સોએ આવીને પ્રવિણભાઈને મારી નાખવાની ધમકી આપી જેમ ફાવે તેમ અપશબ્દો કહ્યા હતાં તેમજ અપશબ્દો બોલીને ઘરના દરવાજામાં લાકડાના ધોકા પછાડયા હતાં ઉપરાંત બાજુમાં આવેલા ઘરના દરવાજા બહાર પણ ધોકા પછાડી અપશબ્દો બોલી બંને શખ્સો પલાયન થઈ ગયા હતાં. ધમકીના બનાવ અંગેની પ્રવિણભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.