Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારકેસ પાછો ખેંચી લેવા મહિલાને મારી નાખવાની ધમકી

કેસ પાછો ખેંચી લેવા મહિલાને મારી નાખવાની ધમકી

કોર્ટ પરિસર પાસે બનાવ : ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જેતબાઈ માયાભા નવઘણભા બઠીયા નામના 23 વર્ષના હિન્દુ વાઘેર મહિલા બુધવારે દ્વારકાની સેશન્સ કોર્ટમાં તેમની નાની બહેનની કોર્ટની મુદતની તારીખે આવ્યા હતા. ત્યારે કોર્ટમાં મુદત પુરી કરી અને કોર્ટની સીડી પાસે પહોંચતા આ સ્થળે આવેલા આરોપી આસિફ સતાર બેતારા, સતાર વલીમામદ, નૂરજહાં સતાર અને ફાતિમા બબાભાઈ બેતારા નામના ચાર વ્યક્તિઓએ તેમની પાસે આવી અને ફરિયાદી જેતબાઈ તથા સાહેદોને સેશન્સ કોર્ટમાં ચાલી રહેલો કેસ પાછો ખેંચી લેવા અને સમાધાન કરી લેવા માટેનું કહીશ, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બે મહિલાઓ સહિત તમામ ચાર સામે આઈ.પી.સી. કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular