Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શંકરટેકરીમાં યુવાનના ઘર ઉપર પથ્થરમારો કરી ધમકી

જામનગરના શંકરટેકરીમાં યુવાનના ઘર ઉપર પથ્થરમારો કરી ધમકી

બહેનને પ્રેમ કરતો હોવાની શંકાના આધારે બનાવ : યુવતીના ભાઈએ યુવાનને ફડાકા ઝીંકયા : પાંચ શખ્સો દ્વારા ઘર ઉપર પથ્થરમારો

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતો યુવાન યુવતીને પ્રેમ કરતો હોવાની શંકાના આધારે મકરસંક્રાંતિ દરમિયાન ટેપ વગાડવા બાબતના મનદુ:ખનું યુવાનને એક શખ્સે માર માર્યો હતો. ત્યારબાદ પાંચ શખ્સોએ યુવાનના ઘર ઉપર પાઈપ વડે હુમલો કરી પત્થર અને ઈંટોના ઘા મારી નુકસાન પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા રાજેશ કકડ નામના મજૂરી કામ કરતા આધેડના પુત્ર અભયને સમીર ખીરાની બહેનને પ્રેમ કરતો હોવાની શંકાના આધારે અને મકરસંક્રાંતિ દરમિયાન ટેપ વગાડવાની બોલાચાલીમાં મનદુ:ખ રાખી અભયને ગત તા.8 ના રોજ સાંજના સમયે આંતરીને સમીર ફિરોજ ખીરા નામના શખ્સે ફડાકા માર્યા હતાં ત્યારે અભયના પિતા રાજેશભાઈ સ્થળ પર દોડી આવતા તેને પણ સમીર એ અપશબ્દો કહ્યા હતાં. ત્યારબાદ સમીર ખીરા, ફીરોજ અલ્લારખા ખીરા, અકરમ સલીમ ખીરા, સાહીલ સલીમ ખીરા, સાહીદ ફીરોજ ખીરા નામના પાંચ શખ્સોને યુવાનના ઘરે પહોંચી જઇ લોખંડના પાઈપ વડે ફળિયામાં રહેલા દરવાજા ઉપર ઘા માર્યા હતાં અને દરવાજો તોડી નાંખ્યો હતો તેમજ ફળિયામાં પ્રવેશ કરી છૂટા પત્થર અને ઈંટોના ઘા કરી યુવાનના પરિવારજનોને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.

યુવાનને માર મારી ઘર ઉપર પત્થરમારો કર્યા બાદ ધમકી આપ્યાના બનાવની જાણના આધારે પીએસઆઈ આર.ડી.ગોહિલ તથા સ્ટાફે રાજેશ કકડના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરુધ્ધ હુમલો અને ઘરમાં નુકસાન પહોંચાડી ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular