ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળના ભાગે રહેતા ભરતભાઈ સામરાભાઈ ધારાણી નામના 25 વર્ષના યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થતા જામનગર જિલ્લાના સિક્કા ખાતે રહેતા નીતાબેન અરવિંદભાઈ ચાચપરા નામના મહિલા તેણીને તેડવા આવ્યા હતા. અહીં આવેલા નીતાબેને બોલાચાલી થયા બાદ ભરતભાઈને ટાંટિયા ભંગાવી નાખવાની ધમકી પણ આપી દીધી હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે ભરત સામરાભાઈ ધારાણીની ફરિયાદ પરથી નીતાબેન અરવિંદભાઈ સામે આઈપીસી કલમ 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.