ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 16 કી.મી. દૂર કજૂરડા ગામના પાટીયા પાસે આવેલા એસ્સાર કંપનીના પાવર પ્લાન્ટ પાસે જામનગરમાં રહેતા વિપુલભાઈ ગોવિંદભાઈ લીંબાણી નામના 45 વર્ષના યુવાનને કજૂરડા ગામે રહેતા પુનરાજ મોરી અને રાજેશ મોરી નામના બે શખ્સો દ્વારા કોઈ કારણોસર બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફડાકા ઝંકી લેતા આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં વિપુલભાઈ લીંબાણીની ફરિયાદ પરથી પુનરાજ મોરી અને રાજેશ મોરી સામે આઈપીસી કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધાયો છે.