Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારકાલાવડમાં કોર્ટમાં સમાધાન કરવા યુવાનને મારી નાખવાની ધમકી

કાલાવડમાં કોર્ટમાં સમાધાન કરવા યુવાનને મારી નાખવાની ધમકી

કાલાવડ ગામમાં મુળીલા ગેટ પાસે અગાઉની ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોએ ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી બાઇક વડે હુમલો અને ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં બે શખ્સો વિરૂઘ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત પ્રમાણે કાલાવડ ગામમાં ચમન ટેકરી વિસ્તારમાં રહેતાં બાસિતભાઇ ગફારભાઇ બારાડી (ઉ.વ.28) નામના યુવાનના મોટાભાઇ સદ્ામભાઇ ઉપર રાજકોટના જુનૈદ જીકર રાવ નામના શખ્સે છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસ ફરિયાદનો ખાર રાખી ગુરૂવારે જુનેદ જીકર રાવ અને મોહસીન ઇસ્માઇલ હાસમાણી નામના રાજકોટના બે શખ્સોએ કાલાવડમાં બાસિતભાઇને આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી, બાસિતના ભાઇને કોર્ટમાં સમાધાન કરી લેવાનું અથવા તો સમાધાન નહીં કરે તો બન્ને ભાઇઓને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બાસિતના મિત્ર સાહિલ હારૂન સમા ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બાસિત ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બાસિતની ગાડીમાં પાઇપ માર્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યાના બનાવ અંગે બાસિતભાઇ દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular