Thursday, January 16, 2025
Homeરાજ્યગુજરાતકોરોનાગ્રસ્ત રાજયોમાંથી ગુજરાતમાં ઠલવાઇ રહ્યા છે હજારો લોકો !

કોરોનાગ્રસ્ત રાજયોમાંથી ગુજરાતમાં ઠલવાઇ રહ્યા છે હજારો લોકો !

- Advertisement -

કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. આ રાજ્યમાં કોરોનાના કેસો દિનપ્રતિદીન વધી રહ્યાં છે જેના કારણે લોકડાઉન લગાવવાની સ્થિતી સર્જાઇ છે. જોકે, આ રાજ્યોમાંથી મુસાફરો બેરોકટોક રીતે ગુજરાતમાં આવન જાવન કરી રહ્યા છે છતાંય આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે.

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં થયેલાં નુકશાન છતાંય આરોગ્ય વિભાગે ધડો લીધો નથી. અત્યારે તો જાણે ગુજરાતમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ અપાઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ગુજરાતમાં તો જાણે કોરોનાએ હળવા પગલે વિદાય લીધી છે. રાજ્યમાં કોરોનાના રોજ 20 કેસો નોંધાઇ રહ્યા છે.

રસીકરણને કારણે લોકોમાં હવે કોરોનાનો ડર ઓછો થયો છે. બીજી તરફ, દેશના અડધોઅડધ કેસો આજે કેરળમાં નોધાઇ રહ્યા છે. માત્ર કેરળમાં જ નહી, તામિલનાડુ , મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત કુલ મળીને દસેક રાજ્યોમાં કોરોનાએ ફરી ફેણ માંડી છે. આ જોતાં કોરોનાના વધતા કેસોને પગલે ત્રીજી સંભવિત લહેરે જાણે પગરણ માંડયા છે.

- Advertisement -

એક તરફ, રાજ્ય આરોગ્ય વિભાગે સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ થવા તૈયારીઓ આરંભી છે પણ બીજી તરફ,સ્થાનિક તંત્ર-આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કેમકે, જે રાજ્યોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે તે રાજ્યોમાંથી આવતાં વિમાની-રેલ,બસ મુસાફરો પર કોઇની નજર જ મંડાઇ નથી. આ રાજ્યોમાંથી મુસાફરો બેરોકટોક રીતે ગુજરાતમાં અવરજવર કરી રહ્યા છે.

આ જ મુસાફરો ત્રીજી સંભવિત લહેરનુ મુખ્ય પરિવાહક બની શકે છે .કોરોનાની બીજી લહેર વખતે અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે ક્વોરન્ટાઇન ઉપરાંત આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા હતાં. પણ અત્યારે આ મામલે આરોગ્ય વિભાગ જરાયે ચિંતિત નથી.

- Advertisement -

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં રેલ્વે સ્ટેશન કે એસટી સ્ટેન્ડ પર અન્ય રાજ્યથી આવતા મુસાફરોના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવા માટે કોઇ વ્યવસ્થા જ નથી. આ સ્થિતીને જોતા કોરોનાને ખુલ્લુ આમંત્રણ અપાયુ હોય તેવુ ચિત્ર ખડુ થયુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular