Tuesday, July 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમુંબઇમાં લોકોને માસ્ક પહેરાવવા હજારો માર્શલ ઉતારાયા

મુંબઇમાં લોકોને માસ્ક પહેરાવવા હજારો માર્શલ ઉતારાયા

મુંબઇમાં ડિસેમ્બર પછી એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવતાં માસ્ક નહિ પહેરેલા મુસાફરોને દંડ ફટકારવા માટે વધારાના માર્શલ્સ સબર્બન ટ્રેનોમાં તૈનાત કરાયા છે. એટલું જ નહીં કોરોનાના કેસ મળશે તો ઈમારતને સીલ કરવાની પણ જોગવાઈ કરાઈ છે. તાજેતરના સુધારેલી રિલીઝમાં બીએમસીએ કહ્યું છે કે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોના હાથ પર સ્ટેમ્પ મુકવામાં આવશે. મુંબઇમાં લોકોને માસ્ક પહેરાવવાનું પાલન કરાવવા માટે હજારો માર્શલ્સ ઉતારી દેવાયા છે. મુંબઇ શહેરના સત્તાવાળાઓનું કહેવું છે કે આશરે 5,000 માર્શલો હાયર કરાશે. જેમાં 300થી વધુની તૈનાતી રેલ નેટવર્ક પર કરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular