દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, તેના કામ કરવાની કોઇ સહેલી ટ્રિક મળી જાય. જેથી તેને ઓછી મહેનતે વધુ સારું કામ મળી રહી. સોશિયલ મિડીયાના આ યુગમાં લોકોએ કરેલા આવિસ્કારનો ખૂબ જલ્દીથી ફેલાવો થઇ રહ્યો છે. ત્યારે એક મહિલાએ તરબૂચમાંથી કાળા બી કાઢવાની સહેલી રીત લોકોને આપી. જે વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram

આપણે જાણીએ છીએ કે, ગરમીની આ સિઝનમાં લોકો પાણીવાળા ફ્રૂટનો વધુ ઉપયોગ કરે છે. ત્યારે તરબૂચએ નાના-મોટા સહુનું પ્રિય ફ્રૂટ છે. પરંતુ ઘણીવાર તેમાં રહેલા કાળાબી લોકોની ખાવાની અને ઘરની મહિલાઓને સુધારવાની મહેનત વધારી દેતું હોય છે. ત્યારે તાજેતરમાં જ એક મહિલાએ આ બી કાઢવાની સરળ ટ્રિક આપી છે. જે વિડીયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. જેમાં તમે જોઇ શકો છો કે, મહિલા તરબૂચના નાના ટુકડા કરી એક તપેલામાં નાખે છે. ત્યારબાદ તેના પર પ્લેટ મૂકીને તેને હલાવે છે. જેનાથી તરબૂચના પીસ ફિલ્ટર થઇ જાય છે. બી નીચે રહે છે અને તરબૂચના ટુકડાને મહિલા સર્વિગ પ્લેટમાં મૂકે છે. આમ આ ટ્રિકને લોકોએ ખૂબ પસંદ કરી છે અને લાખો વ્યૂઝ આપ્યા છે. ત્યારે આપણે પણ આ ટ્રિક અજમાવીને ગરમીની સિઝનમાં તરબૂચ ખાઇને ઠંડક મેળવીએ.