Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતદિવાળીમાં ફરવા માટે ગુજરાતીઓની પહેલી પસંદ બની આ જગ્યા

દિવાળીમાં ફરવા માટે ગુજરાતીઓની પહેલી પસંદ બની આ જગ્યા

- Advertisement -

દિવાળીને હવે બે દિવસની વાર છે. બજારોમાં તેમજ તમામ જગ્યાએ તહેવારોનો માહોલ સર્જાયો છે. ઉપરાંત કોરોનાનો પ્રકોપ પણ ઓછો થતા આ વર્ષે લોકો ભય વગરની દિવાળી ઉજવી રહ્યા છે. ગત વર્ષે કોવિડના પરિણામે મોટા ભાગના ફરવાના સ્થળો બંધ હતા. પરિણામે આ વખતે ફરવાના સ્થળોએ સહેલાણીઓની ભીડ ઉમટી પડી છે. તો રાજસ્થાનનુ માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ બન્યું છે. અહિયાં ૯૦%થી વધુ બુકિંગ ગુજરાતીઓનું છે.

- Advertisement -

રાજસ્થાનનં માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ બન્યું છે. હિલસ્ટેશન આબુમાં જ 200 કરતા પણ વધુ હોટેલ આવેલી છે. અને ૯૦% હોટેલો ગુજરાતીઓએ બુક કરાવી દીધી છે. પ્રી બુકિંગના પરિણામે હોટેલો પર હાઉસફૂલના બોર્ડ લગાવવામાં આવ્યા છે. અને હવે લાભપાંચમ પછી જ બુકિંગ કરવામાં આવશે તેમ હોટેલ સંચાલકો જણાવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં અહીં હોટેલ કે રિસોર્ટનું ભાડું રૂ.2હજારથી 3હજાર હોય છે પરંતુ દિવાળીના તહેવાર તેમજ લોકોની ભીડના પરિણામે ભાડામાં અનેકગણો વધારો થયો છે.અને 5થી 15હજાર સુધીમાં લોકો બુકિંગ કરાવી રહ્યા છે.

ગુજરાતભર માંથી 50હજાર જેટલા સહેલાણીઓ આબુ ઉમટી પડ્યા છે. અને આ આંકડો 1લાખ સુધી પહોચી શકે તેમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular