ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુંમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં રાત્રીના 1 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું છે. ત્યારે 31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી ઘણા લોકો મોટા ભાગે યુવા વર્ગ દ્વારા 31 ડીસેમ્બરની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ત્રણ કેન્દ્રસાશિત પ્રદેશો દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે.
દીવ, દમણ અને દાદરાનગરમાં 31 ડીસેમ્બર સુધી રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું છે. રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ત્રણે જગ્યાએ કર્ફ્યું રહેશે. અંતે ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરીઅન્ટ ઓમીક્રોનનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ ઓમીક્રોનના બે કેસ સામે આવ્યા છે. આજે કર્નાટકમાં બે કેસ નોંધાયા છે. જેના પગલે સાવચેતી રાખવી જરૂરી છે.