તમે ઘણા લોકોના વિચિત્ર નામ સાંભળ્યા હશે. પરંતુ ક્યારેય પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ જેવા નામ સાભળ્યા છે ? મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાંમાં રહેતા એક વ્યક્તિના પુત્રનું નામ રાષ્ટ્રપતિ અને અને તેના ઘરે બીજા પુત્રનો જન્મ થતા તેણે પ્રધાનમંત્રી નામ રાખ્યું. પરંતુ આ અંગે બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે ત્રણ મહિના સુધી મહેનત કરવી પડી. જન્મ પ્રમાણપત્ર પર બાળકનું નામ પંતપ્રધાન લખ્યુ છે. પંતપ્રધાનને મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કહે છે.
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના ઉમરગા તાલુકાના ચિંચોલી ગામમાં રહેતા દત્તાત્રય ચૌધરીએ પોતાના પુત્રનું નામ પંતપ્રધાન રાખ્યુ જેને મહારષ્ટ્રમાં પ્રધાનમંત્રી કહેવાય છે. અને તેના બીજા પુત્રનું નામ છે રાષ્ટ્રપતિ. બાળકોના બર્થ સર્ટી. મેળવવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડી. કારણકે આ એક બંધારણીય પદ હોય છે.
દત્તાત્રેય ચૌધરીનું બાળપણ ખુબ જ મુશ્કેલી ભર્યું હતું અને ક્યારેક તો તેમને ભોજન પણ મળતું નહી. છતાં પણ તેઓએ પોતાના સપનાઓ પૂર્ણ કર્યા અને અભ્યાસ ચાલુ રાખ્યો અને હવે પોતાના બાળકોના નામ પંતપ્રધાન અને રાષ્ટ્રપતિ નામ રાખવાની પાછળ તેનો વિચાર છે કે તેના બાળકોને પ્રેરણા મળશે અને તેમનું સપનું છે કે કોઈ દિવસ તે મોટા બંધારણીય પદ સુધી પહોંચે.