હાલમાં પેટ્રોલ ડીઝલની કિંમત આસમાને પહોચી છે. દેશના અમુક રાજ્યોમાં તો પટ્રોલના ભાવ રૂ.100 ને પાર કરી ગયા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. વિડીઓમાં પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવને લઇને તેનું મુલ્ય કેટલું છે તે સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વિડીઓ જોઈને એક તરફ ભવિષ્યની ચિંતા પણ થાય છે. અને હસવું પણ આવે છે.

એક વ્યક્તિ ગાડીમાં પેટ્રોલ ભરાવી રહી છે. ત્યાર બાદ પંપ વર્કર જેવું પેટ્રોલ નોઝલને હટાવી લે છે કે તે વ્યક્તિ નોઝલને પકડીને તેમાં બચેલું એક-એક ટીપું કારની ટાંકીમાં પાડવા પ્રયત્ન કરે છે. સોશિયલ મીડિયામાં પેટ્રોલ અંગે આ પ્રકારે જોક્સ, વીડિયો અને મિમ્સ બનાવીને લોકો પોતાનું દુખ પણ વ્યક્ત કરી રહ્યા છે.