ભારતીય રેલ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના રેલવે સ્ટેશનોના પુર્નવિકાસ કરી રહી છે ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ પુન: વિકાસ થઈ રહ્યો છે.
આવું હશે અમદાવાદનું નવું રેલવે સ્ટેશન👇@RailMinIndia @WesternRly #Ahmedabad #railwaystation pic.twitter.com/FNmVrovDxF
— DD News Gujarati (@DDNewsGujarati) July 30, 2025
આ સ્ટેશનની ડીઝાઈન મોઢેરા સુર્ય મંદિરથી પ્રેરિત છે જેમાં સ્ટેશનના કાલુપુર સ્ટેશન પર એક આઈકોનિક ટાવર બનાવવામાં આવશે. જે અમદાવાદની નવી ઓળખ બનશે સ્ટેશન પરિસરમાં 15 એકરનો કોનકોર્સ પ્લાઝા અને સાત એકરનો મેજેનાઈન પ્લાઝા બનાવવામાં આવશે. જેમાં મુસાફરો માટે વેઈટીંગ રૂમ, ફુડ કોટ, શૌચાલય જેવી સુવિધાઓ હશે. સ્ટેશનની બુલેટ ટે્રન ટર્મિનલ, મેટ્રો અને બસ ટ્રાન્સપોર્ટ થી જોડવામાં આવશે. જેથી વધુ કનેકટીવીટી મેળવી શકાય આ ઉપરાંત સ્ટેશનમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, લીફટ, એસ્કેલેટર, ફુટ ઓવરબ્રિજ અને દિવ્યાંગો માટે સુવિધા આપવામાં આવશે. સ્ટેશનના પુન: વિકાસની કામગીરી પુરઝડપે ચાલી રહી છે ત્યારે આ પુન: વિકાસથી મુસાફરોને સુવિધા, ભારતીય સંસ્કૃતિની ઝલક અને આધુનિકતાનો ત્રિણવેદી સંગમ બનશે.


