Tuesday, July 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતનો આ પણ એક ચહેરો !

ભારતનો આ પણ એક ચહેરો !

પૂણે નામચીન ગેંગસ્ટર ગજાનન મારણેને હત્યાના બે કેસમાં કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડયો છે. તે મુંબઇની તલોજા જેલમાંથી બહાર 500 કારનો કાફલો પહોચ્યો હતો. સમર્થકોએ પૂણે-મુંબઇ એકસપ્રેસ હાઇ-વે પર જુલૂસ કાઢયું, ફટાકડાં ફોડયા અને ડ્રોન કેમેરાથી તેનું શૂટિંગ પણ કર્યું.

- Advertisement -

પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. ગજાનન સામે 2014માં થયેલી કે હત્યાના ગુના હતા, જેથી તે જયુડિશિયલ કસ્ટડીમાં હતો. 500 કાર સાથે તેને લેવા આવેલા તેના સમર્થકોએ પહેલાં મુંબઇ-પૂણે એકસપ્રેસ હાઇ-વે પર ભેગા થગા બાદ જુલુસ કાઢયુ. ગજાનન એક ખુલ્લી કારમાં ઉભો રહીને નેતાનીજેમ સમર્થકોનું અભિવાદન ઝીલી રહ્યો હતો. આ દરમિયાન તેના સમર્થકોએ ફટાકડા ફોડયા અને ડ્રોનથી જુલૂસનું શૂટિંગ પણ કર્યું. તેના કારણે હાઇ-વે પર ટ્રાફિક જામ થઇ ગયો. બાદમાં જુલૂસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે ગજાનન અને તેના સમર્થકો વિરૂધ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો. જુલૂસ દરમિયાન ગજાનનના સમર્થકોએ હાઇવે પર ટોલ ટેકસ પણ નહોતો ભર્યો. બધી કાર સ્પીડમાં ગજાનનના કોથરુડ સ્થિત ઘરે પહોંચી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular