ભાણવડથી આશરે 16 કિલોમીટર દૂર વેરાડ ગામની સીમમાં રહેતા કિરીટ બચુભાઈ સોલંકી નામના 55 વર્ષના આધેડ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે જુગાર દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી પોલીસે કિરીટ બચુભાઈ સોલંકી, મગન રામજીભાઈ ભાલોડીયા, ચંદુલાલ નાનજીભાઈ ભાલોડિયા, અરજણભાઈ કાનજીભાઈ બાલાસ, દિલીપ અરજણભાઈ ભુવા, રોહિત પરસોતમભાઈ ભાલોડીયા અને વસંત મગનલાલ કણસાગરા નામના સાત શખ્સોને ઝડપી લઈ, રૂ. 45,800 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે મોરઝર ગામેથી ભીખુપરી છગનપરી ગોસ્વામી, જીગર ભીખુભાઈ કદાવલા, પ્રવીણ વલ્લભભાઈ લીંબડ, પરસોતમ સીદીભાઈ ઠકરાણી, કારા ભીમશીભાઈ કદાવલા અને છગનપરી ઠાકરપરી ગોસ્વામી નામના છ શખ્સોને રૂપિયા 11,140 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.