Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇમાં 28 વિપક્ષી દળોનો ત્રીજો મેળાવડો

મુંબઇમાં 28 વિપક્ષી દળોનો ત્રીજો મેળાવડો

બે દિવસ કરશે મંથન : એક બેઠક એક ઉમેદવાર ફોર્મ્યુલા હેઠળ પસંદ થયેલી 450 બેઠકો ઉપર પણ ચર્ચા થશે : રાત્રે ઉધ્ધવે ડિનર પાર્ટી યોજી : નકકી થઇ શકે છે સંયોજકનું નામ

- Advertisement -

વિરોધ પક્ષોનું જોડાણ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી જોડાણ એટલે કે I.N.D.I.A. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજથી ત્રીજી બેઠક શરૂ થઈ છે. વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવારના નામ અને નવા પક્ષોના જોડાણને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે યોજાનારી આ બેઠકમાં બે નવા પક્ષો જોડાઈ રહ્યા છે. મુંબઈ બેઠકમાં 28 પક્ષોના 62 નેતાઓ ભાગ લેશે.

- Advertisement -

વિપક્ષી ગઠબંધનની મુંબઈ બેઠક અંગે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું કે જ્યારે અમારી પટનામાં બેઠક થઈ ત્યારે અમને વિગતોની ખબર નહોતી. અમને એ પણ ખબર ન હતી કે ગઠબંધનનું નામ શું હશે. તેમાં 16 પાર્ટીઓ હતી અને બેંગલુરુ મીટિંગમાં પાર્ટીઓની સંખ્યા 26 પર પહોંચી અને હવે આ સંખ્યા 28 પર પહોંચી ગઈ છે. ધીમે ધીમે ભાજપના સાથી પક્ષો વિપક્ષી ગઠબંધનમાં જોડાશે.

સંજય નિરુપમના નિવેદન પરથી એ પણ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે પહેલી બે બેઠકમાં શું થયું? નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળ એ પટનામાં વિરોધ પક્ષોની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક માટે 20 જેટલી પાર્ટીઓને આમંત્રિત કરવામાં આવી હતી. પટનાની બેઠકમાં 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. પટનાની બેઠકમાં રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી હાજર ન હતા. આરએલડી તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે વિપક્ષી ગઠબંધનમાં છીએ. જયંત વિદેશમાં હોવાથી બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. પટનાની બેઠકમાં તમામ પક્ષોના નેતાઓ સાથે મળીને ચૂંટણી લડવા પર સહમત થયા હતા. બીજી બેઠક કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આયોજિત, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બીજી બેઠક યોજાઈ હતી, જેમાં 26 પક્ષોના નેતાઓ એકત્ર થયા હતા. બેંગ્લોરની બેઠકમાં નવા જોડાણને નવું નામ મળ્યું. બેઠક બાદ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી કે નવા જોડાણનું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્કલુઝિવ એલાયન્સ એટલે કે I.N.D.I.A. હશે.

- Advertisement -

ગઠબંધન જેનો પાયો પટણામાં હતો, બેંગલુરુ I.N.D.I.A. નામ મળ્યું. હવે ત્રીજી બેઠક મુંબઈમાં થઈ રહી છે. જો તમે શિવસેના દ્વારા આયોજિત આ બેઠકના સમયપત્રક પર નજર નાખો, તો સત્તાવાર રીતે લોગો રિલીઝ કરવાનો કાર્યક્રમ છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈની બેઠકમાં મહાગઠબંધનના ઝંડાને લઈને પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
બેંગલુરુ બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઠબંધનના ફોર્મેટ અને સંયોજક અંગેના પ્રશ્ર્ન પર કહ્યું હતું કે મુંબઈની બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવશે. મુંબઈ બેઠકમાં ગઠબંધનનું ફોર્મેટ કેવું હોવું જોઈએ, તે પણ નક્કી થઈ શકે છે.

સંયોજકને લઈને ચાલી રહેલી દોડધામ પણ મુંબઈની બેઠકમાં નિર્ણય લઈને સમાપ્ત થઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે ગઠબંધનના ઘટકો વચ્ચે વધુ સારા સંકલન માટે 11 સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટીમાં કોનો સમાવેશ કરવામાં આવશે, મુંબઈની બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. વિપક્ષી ગઠબંધનના સંયોજકની રેસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું નામ આગળ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ આ દરમિયાન આરજેડી ચીફ લાલુ યાદવનું નિવેદન આવ્યું. લાલુએ ક્ધવીનરના સવાલ પર કહ્યું હતું કે એક નહીં પરંતુ ઘણા કન્વીનર હશે. વિપક્ષી ગઠબંધનની સંકલન સમિતિમાં કયા નેતાઓને સ્થાન, કોણ બનશે સંયોજક? મુંબઈની બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થશે તેવી ધારણા છે.વિપક્ષી ગઠબંધનમાં સામેલ પક્ષોએ 450 લોકસભા સીટોની ઓળખ કરી છે જ્યાં એનડીએ સામે ઉમેદવાર ઉતારવાના છે. આ બેઠકો ઓડિશા, તેલંગાણા અને આંધ્ર પ્રદેશની બહારની છે. આ ત્રણેય રાજ્યોના મુખ્ય પક્ષોમાંથી એકેય પક્ષ અત્યાર સુધી વિપક્ષી ગઠબંધનમાં જોડાયો નથી. મુંબઈમાં વિપક્ષની બેઠકને લઈને જારી કરાયેલા કાર્યક્રમ મુજબ 31 ઓગસ્ટના રોજ સાંજે 6 થી 6.30 દરમિયાન બેઠકમાં હાજરી આપવા આવેલા નેતાઓનું સ્વાગત કરવામાં આવનાર છે. આ પછી 6.30થી અનૌપચારિક બેઠક થશે. રાત્રે 8 વાગ્યાથી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન ઉદ્ધવ ઠાકરે કરશે. 1 સપ્ટેમ્બરના રોજ સવારે 10:15 કલાકે ગ્રુપ ફોટો સેશન સાથે મીટિંગ શરૂ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular