Saturday, July 27, 2024
Homeસ્પોર્ટ્સએશિયાકપ : પાકિસ્તાને નેપાળને કચડી નાખ્યું

એશિયાકપ : પાકિસ્તાને નેપાળને કચડી નાખ્યું

- Advertisement -

એશિયા કપ 2023ની શાનદાર શરૂઆત થઈ છે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની આજની પહેલી મેચમાં રોમાંચ દ્રશ્યો જોવા મળ્યા હતા. નેપાળની ક્રિકેટ ટીમ પહેલીવાર એશિયા કપ રમી રહી હતી. આ નેપાળના યુવા ખેલાડીઓએ પાકિસ્તાનીઓને પહેલા ડરાવ્યા, પણ પાકિસ્તાની ક્રિકેટરોના અનુભવ સામે તેઓ ટકી ના શક્યા. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ મેન ઓફ ધ મેચ બન્યો હતો. પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદની તોફાની ઈનિંગને કારણે પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 6 વિકેટના નુકશાન સાથે 342 રન બનાવ્યા હતા. ડેબ્યૂ ટીમ નેપાળ સામે 343 રનનો વિશાળ ટાર્ગેટ હતો. જેની સામે નેપાળની ટીમ 23.4 ઓવરમાં 104 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ. પાકિસ્તાની ટીમે 238 રનના મોટા અંતરથી પહેલી મેચમાં જીત મેળવી હતી.

- Advertisement -

પાકિસ્તાનમાં 15 વર્ષ બાદ એશિયા કપ રમાઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે આજે 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વનડેમાં આજે 238 રનથી સૌથી મોટી જીત નોંધાવી છે. વર્ષ 2005માં કરાચીમાં પાકિસ્તાની ઈંગ્લેન્ડ સામે 165 રનથી વનડેમાં જીત મેળવી હતી. ઓલ ઓવર વનડે ફોર્મેટમાં આ પાકિસ્તાનની ત્રીજી સૌથી મોટી જીત છે.

એક સમયે 27.5 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 124 રન પર 4 વિકેટ હતો. તે સમયે લાગી રહ્યુ હતુ કે એશિયા કપમાં ડેબ્યૂ કરી રહેલી નેપાળની ટીમ પાકિસ્તાની ટીમને હંફાવશે. ત્યારે જ બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદે આવીને પાકિસ્તાનની ઈનિંગ સંભાળી હતી. ત્યારબાદની 22.1 ઓવરમાં પાકિસ્તાનની ટીમે 2 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા.131 બોલમાં 151 રન બનાવીને બાબર આઝમ એશિયા કપમાં 150 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની સાથે જ ઇફ્તિખાર અહેમદે 109ની તોફાની ઈનિંગ રમીને નેપાળી બોલરોને ધોઈ નાખ્યા હતા. પાકિસ્તાનની બોલર શાદાબ ખાને 6.4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે શાહીન આફ્રીદી અને હરિસ રઉફે 2-2 વિકેટ લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular