Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરપતિની વાતનું મનમાં લાગી આવતા પત્નીની આત્મહત્યાથી અરેરાટી

પતિની વાતનું મનમાં લાગી આવતા પત્નીની આત્મહત્યાથી અરેરાટી

જમવાનું વધારે બનાવી દીધું હોવાનું પતિએ કહ્યું: જમવાનું બગડે નહીં તે માટેનું મનમાં લાગી આવતા પત્નીએ ગળેટુંપો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ : જામનગરમાં નિંદ્રાધિન હાલતમાં વૃદ્ધનું બેશુદ્ધ થઈ જતાં મોત

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી અને મજૂરી કામ કરતી યુવતીએ વધુ રસોઇ બનાવી લીધી હતી. જેથી પરિવારજનોએ જમી લીધા બાદ જમવાનું ઘણું વધ્યું હોય તેથી પતિએ જમવાનું ખોટું બગડે છે તે બાબતનું લાગી આવતા પત્નીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરમાં રાધા-કૃષ્ણ પાકમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લાના જરસેનામઉ ગામના વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામમાં શાંતિનગર વિસ્તારમાં રહેતી પૂનમદેવી અરવિંદભાઈ કશ્યપ (ઉ.વ.23) નામની પરિણીતાએ બે દિવસ પહેલાં રસોઇ બનાવી હતી અને ત્યારબાદ પરિવારજનોએ જમી લીધા પછી ઘણું જમવાનું વધ્યું હતું. જેથી પતિ અરવિંદે આટલું બધું જમવાનું ના બનાવાઇ કેમ કે બગાડ થાય છે તેમ કહેતા પત્નીને પતિની આ બાબતનું મનમાં લાગી આવતા બુધવારે રાત્રિના પોણા બાર વાગ્યાના અરસામાં રૂમમાં લોખંડની લાઈનની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં રાધાકૃષ્ણ પાર્ક શેરી નં.1 માં બ્લોક નંબર 5 /એ માં રહેતાં અરવિંદભાઈ માધવદાસ દાણીધારીયા (ઉ.વ.62) નામના વૃધ્ધ ગુરૂવારે સવારે નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વૃધ્ધનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સુનિલ દ્વારા જાણ કરવામાં આવતાં હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular