જામનગર જિલ્લાના જામજોધપુરમાં દોઢેક મહિના દરમિયાન જલારામ મંદિર તથા અન્ય ત્રણ દુકાનો સહિતના સ્થળોએે ચોરી થઇ હતી. જે ચારેય ચોરીમાં સંડોવાયેલાં બે ટાબરિયા સહિત ચાર તસ્કરોને દબોચી લઇ ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુરમાંથી દોઢ મહિના પહેલાં ગિંગણી રોડ પર આવેલા જલારામ મંદિરની ઓફીસમાંથી અને શ્રી રામ ટાયર્સ નામની દુકાન, ધવલ ગેરેજ તેમજ માધવ ખોળ કપાસિયાની દુકાનમાં પણ ચોરી થયાની ફરિયાદ નોંધાવાઇ હતી. આ તમામ ચોરીનો ભેદ ઉકેલવામાં જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે. આ ચારેય ચોરીમાં સંડોવાયેલાં તસ્કરો અંગે એલસીબીના માંડણ વસરા, વનરાજ મકવાણા અને નિર્મળસિંહ એસ.જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ધ્રાફા ગામ જવાના રોડ પરથી ચાર શખ્સોની અટકાયત કરી હતી.
એલસીબી દ્વારા પુછપરછ દરમ્યાન દાહોદના સુરજ છગન બામણીયા અને કાંતિ શકરા પલાસ અને બે કિશોર સહિત ચાર તસ્કરોની પૂછપરછ કરતાં તસ્કરોએ જામજોધપુરના જલારામ મંદિર, ટાયરની દુકાન, ગેરેજ અને ખોળ-કપાસિયાની દુકાનમાં ચોરી આચર્યાની કેફિયત આપી હતી. તેના આધારે એલસીબીએ રૂા.17,000નો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે જામજોધપુર પોલીસને સોંપી આપ્યા હતાં.