Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 3.30 લાખના ચોરાઉ સોનાના ચેઈન સાથે તસ્કર ઝબ્બે

જામનગરમાંથી 3.30 લાખના ચોરાઉ સોનાના ચેઈન સાથે તસ્કર ઝબ્બે

સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે દબોચ્યો ચોરાઉ ચેઈન કબ્જે કર્યો

- Advertisement -

જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં રાજકોટના ગાંધીગ્રામમાંથી ચેનની ચીલઝડપ આચરનાર જામનગરના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે 55 ગ્રામ સોનાના ચેન સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024 માં થયેલા સોનાના ચેઈનની ચીલઝડપ આચરનાર શખ્સ ચાંદીબજારમાં દાગીના વેંચવા આવ્યો હોવાની પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા, વિજય કાનાણી અને હેકો દેવાયત કાંબરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ એમ.એન. રાઠોડ, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવીને બાતમી મુજબના લાલ કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ શખ્સને આંતરી લીધો હતો. અને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3,30,000 ની કિંમતનો 55.500 ગ્રામ વજનનો બગલદાણા ચીપીયા પાસીવાળો સોનાનો ચેઈન મળી આવતા પોલીસે જામનગરના નવાગામ ઘેડમાં રહેતાં અને સેન્ટીંગની મજૂરી કરતા મનિષ ઉર્ફે મકો દેવા ગાંડા જોગશવા નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે રાજકોટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular