જામનગર શહેરના પ્રદર્શન મેદાન ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી પોલીસે ચોરાઈ બાઈક સાથે શખ્સને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાંથી બાઈક ચોરીના ગુના ડીટેકટ કરવાની પોલીસવડાની સૂચના અનુસાર પેટ્રોલિંગ દરમિયાન હેકો શૈલેષ ઠાકરીયા, પો.કો. હિતેશ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, હિતેશ સાગઠિયા સહિતના સ્ટાફે પ્રદર્શન મેદાનમાં અંદર ચોરાઉ બાઈક સાથે બાતમી મુજબનો બ્લુ કલરનો શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરેલ સલીમ ઉર્ફે સલીયો હુશેન માંગણીયા નામના શખ્સને જીજે-10-ડીએફ-4064 નંબરના ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.