Thursday, September 28, 2023
Homeઆંતરરાષ્ટ્રીયનાટોને રશિયાની ગંભીર ચેતવણી

નાટોને રશિયાની ગંભીર ચેતવણી

- Advertisement -

પોલેન્ડ સરહદે વધારાનાં દળો મોકલી ’નાટો’ તેની લશ્કરી જમાવટ વધારી રહ્યું છે. તે સામે રશિયાએ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. બીજી તરફ વેગ્નર જૂથના નેતા સાથે સમાધાન થઈ જતા પુતિનના હાથ મજબૂત બન્યા છે. જ્યારે ’વેગ્નર સૈનિકો’ અને રશિયન સૈનિકો વચ્ચે ઉભો થયેલો વિવાદ પણ શમી જતાં પશ્ચિમ વિભાગનું રશિયાનું સૈન્ય બળવત્તર બની ગયું છે.

- Advertisement -

પોલેન્ડ નોર્થ એટલાંટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)નું સભ્ય બની ગયું છે. તેથી તેને અમેરિકા સહિત નાટો દેશોનું ’છત્ર’ મળી જતાં તે તલવાર તાણી મેદાનમાં પડવા તૈયાર થયું છે. આ તબક્કે તો નાટોએ તેના 1000 સૈનિકો જ રશિયા તરફે પોલેન્ડના સૈનિકો સાથે મોકલ્યા છે. પુતિન અને તેનો મિત્ર મેદવેદેવ બરોબર જાણે છે કે 2024ની પ્રમુખપદની ચૂંટણી પહેલા કશું કંઈ કરી બતાવવું તે જો બાયડન માટે અનિવાર્ય પૂર્વ શરત છે. તેથી તો પોલેન્ડને રશિયાની પૂર્વ સરહદે ’નાટો’ દળોની જમાવટ કરાવી રહ્યું છે.રશિયા તેની છાતી સામે જ વિદેશી લશ્કર આવીને ઊભું રહે તે ચલાવી લઈ શકે જ નહીં. તે ભારત સહિત તમામ દેશો જાણે છે. અમેરિકા પણ જાણે છે કે રશિયા સાથે પનારા પાડવા કોઈ ખેલ નથી. અમેરિકાની નજર પૂર્વમાં તાઈવાનનાં રક્ષણ ઉપર પણ છે.આ સંયોગોમાં તે રશિયાને પશ્ચિમે રૂંધવા માગે છે. પુતિન જો ગુસ્સે થઈ પોલેન્ડ ઉપર હુમલો કરે તો ’વોર – બ્લેમ’ તેની ઉપર મુકી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular