કાલાવડમાંથી થયેલી મોબાઇલ ચોરીમાં સ્થાનિક પોલીસે બાતમીના આધારે જશાપર ગામના શખસને ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ વધુ તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાંથી થોડા સમય અગાઉ રૂા.17 હજારની કિંમતના મોબાઇલ ચોરાયાની ઘટનામાં સંડોવાયેલા તસ્કર અંગેની બાતમીના આધારે પીઆઇ વી.એસ. પટેલ, ઈન્ચાર્જ પીઆઈ એચ.વી. પટેલ, હેકો હિતેન પાગડાર, પો.કો. અનિરૂધ્ધસિંહ જાડેજા, મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન વાડોલિયા સહિતના સ્ટાફે જશાપર ગામમાં રહેતાં જય મનસુખ કાછડિયા નામના શખ્સને રૂા.17499 ની કિંમતના ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.