Zomato એ પોતાના ગ્રાહકો માટે Zomato pro plus મેમ્બરશીપની જાહેરાત કરી છે. મર્યાદિત વપરાશકર્તાઓ માટે મર્યાદિત સમયની ઓફર તરીકે કંપની દ્વારા આ મેમ્બરશીપ રજુ કરવામાં આવી છે. ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપીન્દર ગોયલે ટ્વિટર પર શેર કર્યું કે પ્રો પ્લસ સભ્યપદના તમામ લાભો તેમજ વધારાના લાભો ઉપલબ્ધ કરાવાશે. જો કે, જેમાં સિલેક્ટેડ ઇન્વાઇટ કરવામાં આવશે. જેમાં અમર્યાદિત ફ્રી ડિલિવરી સહિતની સેવાઓ પર ડિસ્કાઉન્ટથી લઈને અન્ય ઘણા લાભો શામેલ છે.
Zomato કેટલાંક લકી યુઝર્સને એક ઇનવાઇટ મોકલવા જઇ રહી છે જેની મદદથી તે Zomato Pro Plus મેંબરશિપને ઇનેબલ કરી શકે છે. ઝોમેટો પ્રો સભ્યપદ ઉપરાંત ફૂડ ડિલિવરી પર 30 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશેતેમજ ઝડપી ડિલિવરી પણ શામેલ છે. જણાવી દઇએ કે ફ્રી ડીલીવરીની સુવિધા એમેઝોન પોતાના પ્રાઇમ મેમ્બર્સને પહેલાથી જ આપી રહ્યું છે.
Zomato Pro Plusની મેમ્બરશિપ પસંદગીના લકી યુઝર્સને એક ઇનવાઇટ મોકલવામાં આવશે જેના માટે યુઝર્સે એપ ખોલીને તે ચેક કરવાનું છે કે તે તેના માટે એલિજિબલ છે કે નહીં. ઝોમેટો એડિશન બ્લેક ક્રેડિટ કાર્ડ હોલ્ડર ઓટોમેટિક રીતે Zomato Pro Plusમાં અપગ્રેડ થઇ જશે. જ્યારે રેગ્યુલર યુઝરને Zomato એપ પરથી પ્રો પ્લસ અપગ્રેડ ખરીદવાનું છે.