Saturday, March 15, 2025
Homeવિડિઓરસ્તા રીપેર નહિ થાયતો ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી

રસ્તા રીપેર નહિ થાયતો ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી

- Advertisement -

કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા દ્વારા રસ્તાના કામોને લઈને રસ્તા રોકો આંદોલન અને ઉપવાસની ચીમકી ઉરચારી છે

- Advertisement -

કાલાવડ તાલુકામાં આવેલ બોડકા પીથળ થી કોયલા ગામ સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમજ બાવળના ઝાડ થી પણ પરેશાન થઇ રહ્યા છે. ત્યારે લોકોને પડતી સમસ્યાઓને ધ્યાને લઇ કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા દ્વારા આ અંગે અધિકારીઓ ને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે અવારનવાર લેખિત તથા મૌખિક રજુઆત કરેલ છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો ધારાસભ્ય દ્વારા લોકોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન અને ઉપવાસની ચીમકી ઉરચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular