પૃથ્વીની આસપાસ 14 હજાર ઉપગ્રહો ફરે છે. 12 કરોડનો સ્પેસ જેક તેમની સાથે ફરે છે. તે પણ પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં સંયુકત રાષ્ટ્રને ચિંતા છે છે કે તેમના કારણે અવકાશમાં જામ થઈ શકે છે. જેના ભર્યંકર પરિણામો આવી શકે છે.
પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા એટલે કે એલઈઓ થોડા દિવસોમાં જામ થઈ જશે. સૂર્યપ્રકાશ પણ ફિલ્ટર દ્વારા આવશે. આ સમગ્ર ઝોનમાં હાલમાં 14 હજારથી વધુ સેટેલાઈટ છે. જેમાંથી સાડા ત્રણ હજાર સેટેલાઈટ નકામાં બની ગયા છે. આ સિવાય 12 કરોડનો સ્પેસ જેક ઘુમી રહ્યો છે. સ્પેસ ટ્રાફિક કો-ઓર્ડીનેશન માટે રચાયેલી યુએન પેનલને ચિંતા છે કે, આ સમયે દેશો, કંપનીઓ અને કોર્પોરેટોએ સેટેલાઈટ લોન્ચીંગ વિશે વિચારવું જોઇએ. ઉપગ્રહોનું પ્રક્ષેપણ મર્યાદિત હોવું જોઇએ. જગ્યામાંથી કચરો સાફ કરવો જોઇએ.
જ્યાં ઘણાં બધા ઉપગ્રહો હશે તો તેમના ્રાફિકનું સંચાલન કરવું મુશ્કેલ બની જશે. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર્સના ડાયરેકટર આરતી હોલા ને કહ્યું ક, આપણે પૃથ્વીની આસપાસ ફરતા અવકાશના કાટમાળ અને ઉપગ્રહોને સાફ કરવાના છે. અન્યથા ભવિષ્યમાં તેમની વચ્ચે સ્પર્ધા થશે.
આરતીનું કહેવાનું છે કે તેઓ ધરતી પર પડશે. સ્પેસ મિશનને આ પટ્ટો પાર કરવો પડશે. જેમાં અવકાશ્યાન અને માનવતાવાદી મિશન જોખમમાં આવી શકે છે. એક ચીની રોકેટમાં એક ભાગનો ભ્રમણ કક્ષામાં વિસ્ફોટ થયોહ તો. જેના હજારો ટુકડાઓ વિખેરાઈ ગયા હતાં. જ્યારે જૂનમાં એક નકામો રશિયન ઉપગ્રહ વિસ્ફોટ થયો હતો. જેના કારણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના અવકાશયાત્રીઓ જોખમમાં મુકાઇ ગયા હતાં. જેમ જેમ વધુ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. તેમ તેમ અવકાશમાં અથડામણની શકયતાઓ વધી રહી છે.