ભાટીયા પીજીવીસીએલની થુંકના સાંધા જેવી થર્ડકલાસ કામગીરીને કારણે ભાટીયા ગ્રામજનોની હાલત હાલ બદ્તર થવા પામેલ છે. દિવસો દરમ્યાન અનેકો વખત વારંવાર પાવર કટ કરતા હાલ ભાટીયાના નાગરિકો માં ભાટીયા પીજીવીસીએલ પ્રત્યે ભારે રોષ છવાયો છે .
ભાટીયા પીજીવીસીએલના ઈજનેર ચોધરીની થર્ડકલાસ કામગીરીના પગલે હાલ ભાટીયા ફીડરમાં રેગ્યુલર પાવરના મળવાને લઇ આ ફીડરમાં આવતું ભાટીયા ટાઉન તેમજ ગામો તેમજ વાડી વિસ્તારના ઉપભોગતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.દિવસ દરમ્યાન વારંવાર 2/3 કલાક ક્યારે પણ પાવર કટ કરી દેતા તેની કામગીરી સામે પણ પ્રશ્ર્ન થઇ રહ્યા છે. ફરિયાદ માટે ફોન કરતા ફોન પણ રીસીવ કરવાની તસ્દી પણ ન લેતા હોવા ની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આગળ જતા ભાટીયા ઓફિસ દ્વારકા ડીવીઝનના અંદર આવતી હોય પરંતુ ત્યાં પણ ફોન કરાતા ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવે છે.
ભાટીયામા પીજીવીસીએલની થુંકના સાંધા જેવી કામગીરી ને કારણે ગ્રામજનો હાલાકી ભોગવવી રહ્યા છે. જે અંગે ની ફરિયાદો અનેકો વખત ઉચ્ચ લેવલે સાંસદ, કલેક્ટર સહિતનાઓને કરાઈ હોવા છતાં કોઈને ચૂંટણી બાદ રસ રહેતો નથી તે પણ હકીકત છે. માત્ર ફોટા પડાવી વાહવાહ લૂંટવાના શોખીન રાજકારણીઓ ચૂંટણી સમયે સભાઓ ગજવે ને કોઈ તકલીફ હોય તો અમો ને જાણ કરે પરંતુ હર સમય ની જેમ આ વિસ્તારના કહેવાતા પ્રજા સેવકો ને હવે કોઈ લાભ લેવાનો રહેતો ના હોય તેમ ગ્રામ્ય લેવલે દરેક સમસ્યા અધ્ધર તાલ છે.